રાજ્ય સરકારે 2 હજાર 600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો
Live TV
-
રાજ્યના વિદ્યા સહાયક ઉમેદવારો માટે ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. ગુજરાત સરકાર 2 હજાર 600 વિદ્યા સહાયકોની ભરતી કરશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ધોરણ 1 થી 5માં 1000 અને ધોરણ 6 થી 8માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5માં 1000 અને ધોરણ 6 થી 8માં ગણિત-વિજ્ઞાન વિષય માટે 750 અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આજે આ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5% વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
