આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની રાજયકક્ષાની ઉજવણી કરાવતા મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ
Live TV
-
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની રાજયકક્ષાની ઉજવણીની શરૂઆત મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા કરાવામાં આવી. મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા વધુંમાં કહ્યું કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત રાજયકક્ષાની આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે થઈ હતી. જેમાં મંત્રીશ્રીએ નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓ ખાતે ‘સેફ સ્પેસ એડોલેશન રીસોર્સ સેન્ટર’નું તથા રાજ્યના 22 જિલ્લાઓ ખાતે સખી મેળાઓનું ઈ-લોન્ચીંગ કર્યું હતું. તેમજ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલી દિકરીઓ સાથે મંત્રીએ વર્ચ્યુઅલી સંવાદ કરી રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓથી થતા લાભોની માહિતી આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી વકીલે ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન 2015 થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમાજના લોકોમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટકોણ બદલાય, દીકરીઓના જન્મનો સહર્ષ સ્વીકાર થાય અને સમાજના લોકોના સંકુચિત માનસ પટ્ટમાં બદલાવ લાવી દીકરા દીકરી એક સમાનનો નવો દૃષ્ટિકોણ આવે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કાર્યાન્વિત છે. તેમણે કહ્યું કે,રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. દીકરીઓની સંખ્યામાં સતત નોંધપાત્ર ઘટાડો સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ દીકરીઓ લક્ષી યોજનાઓ/કાયદાઓ અમલીકૃત કરવામાં આવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે દીકરીઓ પોતાના હક્કો/ અધિકારો પ્રત્યે જાગૃત થાય, દીકરીઓ સાથેના જાતિગત ભેદભાવો અટકે, લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ અટકે, શિક્ષણનું પ્રમાણ વધે તેમજ દીકરીઓનું આરોગ્ય-પોષણસ્તરમાં સુધારો લાવવા માટે વર્ષ ૨૦૦૮થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિતે જુદા જુદા જાગૃતિના કાર્યકમો દરેક રાજયોના જિલ્લાઓ ખાતે આયોજિત કરવામાં આવે છે.
