Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર રાજ્યમાં તબીબી શિક્ષણનું ભાવિ આયોજન સુદ્રઢ રીતે કરવા કટિબધ્ધ

Live TV

X
  • ગુજરાત કેન્સર મેડીકલ કોલેજના છઠ્ઠા પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, "રાજ્યમાં તબીબી શિક્ષણનું ભાવિ આયોજન સુદ્રઢ રીતે કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે".

    તેમણે ઉમેર્યું કે, 21મી સદી જ્ઞાનની સદી છે ત્યારે જ્ઞાનનો સમાજના હિત માટે ઉપયોગ કરવો સમયની માંગ છે તેમણે કહ્યું કે, વર્ષ 2002-2003 સુધી રાજ્યમાં મેડીકલ કોલેજની સંખ્યા 11 હતી. જે આજે 31 થઇ છે તબીબી બેઠકોની સંખ્યા પણ 1375થી વધીને 5700 થઇ છે.

    રાજ્ય સરકાર તબીબી શિક્ષણનું ભાવિ આયોજન સુદ્રઢ કરવા કટિબદ્ધ છે નવી પાંચ મેડીકલ કોલેજ શરૂ કરવાનું કામ પ્રગતિમાં છે અને આવનારા દિવસોમાં નવી ત્રણ કોલેજો શરૂ કરવાનું આયોજન છે. ઉપરાંત તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડીકલ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને તબીબ બની સમાજ સેવાનું દાયિત્વ અદા કરવા અનુરોધ કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply