રામ મંદિરના ભૂમિ પૂજનમાં ગુજરાતના પાંચ સંતોને આમંત્રણ અપાયું
Live TV
-
આણંદના અવિચલદાસજી મહારાજ, સારસાને, બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ, એસજીવીપીના માધવપ્રિય દાસજી , સ્વામી પરમાત્માનંદજી- હિન્દુ ધર્મા આચાર્ય મહાસભાના સંયોજક અને મહામંત્રીસ્વામી પરમાત્માનંદજી અને જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણીજીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આગામી 5મી ઓગસ્ટે ભવ્ય રામ મંદિરનું નિર્માણ સ્વરૂપે ભૂમિ પૂજન છે ત્યારે દેશભરમાંથી ગણતરીના લોકોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી પણ પાંચ સંતોને આમંત્રણ અપાયું છે. આણંદના અવિચલદાસજી મહારાજ, સારસાને, બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ, એસજીવીપીના માધવપ્રિય દાસજી , સ્વામી પરમાત્માનંદજી- હિન્દુ ધર્મા આચાર્ય મહાસભાના સંયોજક અને મહામંત્રીસ્વામી પરમાત્માનંદજી અને જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણીજીનો સમાવેશ થાય છે. ત્યારે અવિચલ મહારાજે દુરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી.
