અમરેલીના રાજુલામાં દોઢ કલાકમાં 2.5 ઇંચ વરસાદ
Live TV
-
ભારે વરસાદને લઇને રાજુલાની નીચલી બજારમાં પાણી ભરાયા. સાથે સાથે ગોકુલનગર અને રાઇનબો સોસાયટીમાં પણ પાણી ભરાયા.
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદ દોઢ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ. રાજુલા પંથકમાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે.. ભારે વરસાદને લઇને રાજુલાની નીચલી બજારમાં પાણી ભરાયા. સાથે સાથે ગોકુલનગર અને રાઇનબો સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. જેને લઇને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો થોરડી ,મોટા આગરીયા, નાના અગરીયા, ધુડીયા આગરીયા, જુની માંડરડી, નવી માંડરડી, ધારેશ્વર, વાવેરા ગામમાં વરસાદ પડ્યો હતો.
