દેશમાં કોરોનાનો મૃત્યુદર 2.23 ટકા, 10.20 લાખ લોકો સારવાર બાદ થયા સાજા
Live TV
-
દેશમાં કોવિડ મહામારીને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પરીક્ષણ, નિરીક્ષણ અને ઉપચારની રણનીતિથી મૃત્યુ દરને ઘટાડવામાં મદદ મળી રહી છે.. દેશમાં કોવિડ-19થી મૃત્યુદરમાં સતત ઘટાડો થતાં હાલ દેશમાં કોરોનાનો મૃત્યુ દર 2.23 ટકા થયો છે.
દેશમાં કોવિડ મહામારીને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પરીક્ષણ, નિરીક્ષણ અને ઉપચારની રણનીતિથી મૃત્યુ દરને ઘટાડવામાં મદદ મળી રહી છે.. દેશમાં કોવિડ-19થી મૃત્યુદરમાં સતત ઘટાડો થતાં હાલ દેશમાં કોરોનાનો મૃત્યુ દર 2.23 ટકા થયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 52 હજાર 123 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. જેના કારણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 10 લાખ 20 હજાર 582 જેટલી થઈ ગઈ છે.
દેશમાં કોરોનાનો રિકવરી રેટ 64.51 ટકાથી વધુ થઈ ગયો છે. છેલ્લાં 24 કલાકમાં 4 લાખ 46 હજાર 642 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે નવા 52 હજાર 479 કેસ ઉમેરાયા છે, તો વધુ 775 લોકોનાં મોત થયાં છે...દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 9 હજાર 211 કેસ નોંધાયા છે, તો 298 લોકોનાં મોત થયાં છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં 10 હજાર 93 કેસ નોંધાયા છે.. આ ઉપરાંત તામિલનાડુમાં 6 હજાર 426 કેસ., કર્ણાટકમાં 5 હજાર 503., ઉત્તરપ્રદેશમાં 3 હજાર 383 કેસ અને પશ્ચિમ બંગાળમાં 2 હજાર 294 કેસ નોંધાયા છે. તો કેટલાંક રાજ્યોમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઈને આંશિક કે પૂર્ણ લોકડાઉન લગાવાયું છે, મહારાષ્ટ્રમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. પશ્ચિમબંગાળામાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. રૂવંનતપુરમાં મહાનગરપાલિકા વિસ્તારોમાં આગામી સુચના સુધી લોકડાઉન લાગુ કરાયું છે. જ્યારે છત્તિસગઢમાં 6 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારાયું છે.
