Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાબરમતી આશ્રમથી પોતાના ગુજરાત પ્રવાસનો આરંભ કરશે. તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિદર્શન તેમજ ગાંધી જયંતી નિમિત્તે યોજાનારી પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. 3જી ઓક્ટોબરે સોમવારે રાષ્ટ્રપતિ મુર્મુ ગાંધીનગર સિવિલ કેમ્પસમાં તૈયાર થનારી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ખાતમુહુર્ત કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસના સંદર્ભમાં અમદાવાદ આવી પહોંચશે. રાષ્ટ્રપતિ મુર્મુ ગાંધીનગરમાં તૈયાર થનારી હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવાના હોવાથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજર રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply