સતત ચોથા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ બન્યુ સૌથી સ્વચ્છ મેગાસિટી
Live TV
-
ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ - 2016 માં પ્રથમ વખત ભારતભરનાં 400 થી વધારે શહેરોને કચરાનાં વ્યવસ્થાપન અને શૌચાલયોની સુવિધા પુરી પાડવાનાં ધ્યેય સાથે સ્વચ્છતાનાં ધોરણો પર ક્રમાંક આપવા માટે સ્વચ્છ સર્વેક્ષણ શરૂ કરવામાં આવેલ . આ સર્વેક્ષણોમાં અમદાવાદ શહેરનો ભારતભરનાં શહેરોમાં વર્ષ - 2016 અને વર્ષ -2017 માં 14 મો જયારે વર્ષ -2018 માં 12 મો ક્રમાંક આવેલો હતો . વર્ષ 2019 માં યોજાયેલ સ્વચ્છ સર્વેક્ષણમાં ભારતભરનાં 10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં અમદાવાદે સૌથી સ્વચ્છ મહાનગર અને સ્વચ્છ સર્વેક્ષણ - 2020 માં પણ 40 લાખથી વધારે વસ્તીવાળા શહેરો પૈકી અમદાવાદે દેશનાં સૌથી સ્વચ્છ મેગાસિટીનો એવોર્ડ મેળવેલ હતો . આજ મુજબ ગત વર્ષે ભારત સરકારનાં આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલય દ્વારા શહેરોની સ્વચ્છતા અને કચરાનાં વ્યવસ્થાપનની કામગીરી, સેગ્રીગેશન, પ્રોસેસીંગ, કચરાનાં ડોર ટુ ડોર લેકશન, ટ્રાન્સપોર્ટેશન અને ભીના કચરાનું પ્રોસેસીંગ, સુકા કચરાનું રીસાયકલીંગ, માટી - પુરણી અને ડેબ્રીજનાં રીસાયકલીંગ ગાર્બેઝ ફ્રી સ્ટાર રેટીંગ, બાયોમાઇનીંગ, રીસાયકલીંગ વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ કરી યોજવામાં આવેલ સ્વચ્છ સર્વેક્ષણ - 2022 માં અમદાવાદ શહેરનાં નાગરીકોની સુખાકારી માટે અવિરત કાર્યરત એવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ભાગ લેવામાં આવલ હતો .
સર્વેક્ષણની ઉપરોકત મુજબની કામગીરીઓ બાબતે અમદાવાદ શહેરનું ભારત સરકાર દ્વારા થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરવામાં આવેલ જેમાં દેશભરમાંથી ભાગ લીધેલ 4575 શહેરોમાં અમદાવાદ શહેરે સતત ચોથા વર્ષે પણ દેશનું સૌથી સ્વચ્છ મેગા સિટી ( 40 લાખથી વધારે વસ્તીવાળા શહેરો પૈકી ) નો એવોર્ડ મેળવેલ છે . ”આ એવોર્ડ આજ રોજ તા .01/10/2022૨ નાં રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે માન.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાયેલ એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી (MoHUA) હરદીપસિંગ પુરીનાં હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી માન.મેયર કિરીટભાઇ પરમાર, માન.મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં ડાયરેકટર હર્ષદરાય સોલંકી તથા તેમની ટીમે એવોર્ડ સ્વીકારેલ હતો. શહેરમાં કરવામાં આવી રહેલ સફાઇની ઉત્કૃષ્ઠ કામગીરી તથા પ્રોસેસીંગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીઓ અને ભવિષ્યનાં આયોજનનાં ભાગરૂપે હાથ ધરવામાં આવેલ પ્રોજેકટો અન્વયે નાગરીકો અને મિડીયા, પ્રેસ દ્વારા અપનાવવામાં આવેલ હકારત્મક અભિગમનાં કારણે સિટીઝન વોઇસ હેઠળ કુલ 2250 માંથી 1992 એટલે કે 88% માક મેળવેલ છે . ભારતભરનાં 40 લાખથી વધુ વતી ધરાવતા શહેરોમાંથી અમદાવાદ શહેરને સતત ચોથી વખત ક્લીનેસ્ટ મેગાસિટીનો મળેલ એવોર્ડ બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ શહેરીજનોને અભિનંદન પાઠવે છે . આજ રીતે સ્વચ્છ સર્વેક્ષણ - 2023 માં અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે નાગરીકો પોતાનો સહકાર આપશે તેવી આશા રાખી છે.
