રાષ્ટ્રીય કક્ષાના મેકર ફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સુવર્ણ ચંદ્રક જીત્યો
Live TV
-
રાષ્ટ્રીય કક્ષાના મેકર ફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફીજીક્સ ભવનના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પર્યાવરણ ઉપયોગી પાણીને શુદ્ધ કરતા કપડાંનો પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની ક્રિના રામાણી, દેવાંશી પરીખ અને વૃષ્ટિ ડોબરીયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાનાર મેકર ફેસ્ટ વિદ્યાર્થીઓને તથા સંશોધકોને તેમના પ્રોજેક્ટ રજૂ કરવા માટે તેમજ ઉદ્યોગપતિઓ તથા સંભવિત રોકાણકારો સુધી આ પ્રોજેક્ટ પહોંચાડવા માટેનું મંચ પૂરું પાડે છે.
મેકર ફેસ્ટના બે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિઓ તેમજ સંશોધકોએ આ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
