રાષ્ટ્રીય રમતગમત દિવસ: ગુજરાતમાં ખેલ સંસ્કૃતિને મળી નવી ગતિ
Live TV
-
રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ગુજરાતમાં રમતગમત, ફિટનેસ અને આધુનિક રમતગમત માળખાના વિકાસને વેગ મળી રહ્યો છે.
‘ખેલો ઈન્ડિયા’, ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’, ‘ખેલ મહાકુંભ’ અને ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ જેવા અભિયાનો દ્વારા રમતગમત અને ફિટનેસને જનઆંદોલન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.ગુજરાતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ‘શક્તિદૂત યોજના’ અને ‘ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) જેવી યોજનાઓ કાર્યરત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કેરાળા ખાતે ‘શક્તિદૂત યોજના 3.0’ હેઠળ રૂ. 18.45 કરોડના ખર્ચે આધુનિક જિલ્લા રમતગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જિમ્નેશિયમ, શૂટિંગ સહિતની વિવિધ રમતો માટે સુવિધાઓ ઉપલબ્ધ છે.ગુજરાતના મજબૂત રમતગમત માળખા અને નીતિઓના પરિણામે અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પસંદ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેલાડીઓને આધુનિક તાલીમ અને સુવિધાઓ મળી રહી હોવાથી આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ વધુ સારો દેખાવ કરશે તેવી આશા છે.
