Skip to main content
Settings Settings for Dark

SOS સંસ્થાની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાખડી બાંધી

Live TV

X
  • રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે લોકભવન ખાતે SOS સંસ્થાના કચ્છ-ભુજ કેન્દ્રની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાખડી બાંધી ભાવસભર ઉજવણી કરી હતી.

    આ પ્રસંગે રાજ્યપાલે બાળાઓ સાથે આત્મીય સંવાદ કરી તેમના શિક્ષણ, અભ્યાસ અને ભવિષ્યના ધ્યેયો અંગે માહિતી મેળવી હતી. બાળાઓએ પોતાના હાથે તૈયાર કરેલું પેઇન્ટિંગ રાજ્યપાલને ભેટ આપ્યું હતું.રાજ્યપાલે SOS સંસ્થા દ્વારા બાળકોના શિક્ષણ, સંભાળ અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉપસ્થિત બાળાઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
apply