રૂબેલાની રસીકરણથી કોઇ આડઅસર થતી નથીઃ બોટાદ આરોગ્ય શાખા
Live TV
-
જિલ્લામાં ત્રણ દિવસમાં 40 હજાર જેટલા બાળકોને રસીકરણ માં આવરી લેવામાં આવ્યા.
બોટાદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ઓરી રુબેલા રસીકરણ અંગે યોજવામાં આવી પત્રકાર પરિષદ. ઓરી રુબેલા રસીકરણ માં બાળકોને આડ અસર થાય છે તેવા સોસીયલ મીડિયામાં ખોટા અપ પ્રચાર થાય છે તેને લઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી.ઓરી રુબેલા રસીકરણ થી કોઈ આડ અસર થતી નથી તો વાલીઓ એ આ અફવા પર ધ્યાન ન આપવું તેમ આરોગ્ય અધિકારીએ જણવાયું. જિલ્લામાં ત્રણ દિવસમાં 40 હજાર જેટલા બાળકોને રસીકરણ માં આવરી લેવામાં આવ્યા.
ભારત સરકાર દ્વારા મિઝલ્સ-રૂબેલા રસી આપવાનું અભિયાન શરૂ થઈ ગયુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા આવેલ આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા બાળકોને આજે આ રસી આપવામાં આવી હતી. અભ્યાસ કરતા બાળકોના વાલીને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા અને આ રસી વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે તેના લાભ વિશે સમજણ અપાઈ હતી.
