રૂ.3 કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસમાં 35 આરોપીની અટકાયત: નવસારી પોલીસને મોટી સફળતા
Live TV
-
નવસારી પોલીસની 9 ટીમે ત્રણ જિલ્લામાં દરોડા પાડી કરોડોની ઠગાઈનો પર્દાફાશ કર્યો. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 અલગ-અલગ જિલ્લાઓમાંથી આરોપીઓ ઝડપાયા.
નવસારી પોલીસે સૌથી મોટું સાયબર ફ્રોડ વિરોધી ઓપરેશન પાર પાડયું છે. નવસારી જિલ્લામાં વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખી નવસારી પોલીસ દ્વારા “ ઓપરેશન સાઇબર સ્ટોર્મ ” હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ તપાસ કરીને 35 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતના 7 જીલ્લામાં સુરત, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, જયપુર અને મુંબઈમાં ટેકનિકલ સર્વેલન્સને આધારે જે-તે આરોપીઓની અટક કરવામાં સફળતા મેળવી છે. તપાસ દરમિયાન પૈસાની ઠગાઈમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેસબુક ID ફ્રોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો સમાવેશ થાય છે. પોલીસે સાયબર ફ્રોડના 10 ગુના ઉકેલી 35 આરોપીની અટકાયત કરી છે અને રૂપિયા 3 કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસ શોધી, મોટી સફળતા મેળવી છે...
ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં કાર્યવાહી કરવામાં આવી ?
આ કાર્યવાહી ગુજરાતના સુરત, ભરૂચ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ તેમજ રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત કુલ 7 જિલ્લાઓમાં કરવામાં આવી હતી. આ અભિયાન માટે નવસારી પોલીસની ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ ઉપરાંત LCB, SOG, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં, તમામ ગુનાઓનું વિશ્લેષણ કરીને આરોપીઓના સરનામા અને વ્યવહારના આધારે જુદી જુદી ટીમોને ભૌગોલિક દૃષ્ટિએ ફાળવવામાં આવી હતી, જેથી સંકલિત રીતે કાર્યવાહી કરી શકાય.
