Skip to main content
Settings Settings for Dark

રૅલવે પૉલિસ અને રિક્ષા ચાલકની પ્રામાણિકતા, પૅસેન્જરની 1.50 લાખની બૅગ પરત કરી

Live TV

X
  • પ્રામાણિક રિક્ષાચાલક : રૂપિયા 1.50 લાખ ભરેલી બેગ પેસેન્જર રિક્ષામાં ભૂલી ગયું, જેને રિક્ષાચાલકે રેલવે પોલિસને જમા કરાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે

    સુરેન્દ્રનગર રૅલવે સ્ટેશનથી બિહાર જતી વખતે મોન્ટુસિંગ નામના વ્યક્તિ તેમની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. રિક્ષા ચાલકને જાણ થતાં તે બેગ રેલવે પોલિસ સ્ટેશને જમા કરાવી દીધી અને પોલિસે મૂળ માલિક મોન્ટુસિંગને પરત પહોંચાડી હતી.

    આ બનાવ તારીખ 19 એપ્રિલના રોજ બન્યો હતો, જ્યારે મોન્ટુસિંગ સુરેન્દ્ર રૅલવે સ્ટેશનથી બિહાર જવાના હતા, ત્યારે તેઓ રિક્ષા મારફતે રૅલવે સ્ટેશને પહોંચ્યા હતા. તેમની સાથે એક પર્સ પણ હતું, જેમાં રૂપિયા 1 લાખ 50 હજાર પણ હતા. ઉતાવળમાં તેઓ પૈસા ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા અને જતા રહ્યા હતા. રિક્ષાચાલકને ખબર પડતા જ પૈસા ભરેલી બેગ સુરેન્દ્રનગર રૅલવે પૉલિસને જમા કરાવી દીધી. 

    રિક્ષાચાલકે જ્યારે પૉલિસને બેગ જમા કરાવી ત્યારે પૉલિસે બેગ તપાસતા બેગમાં રૂપિયા 1.50 લાખ હતા. પૉલિસને બેગમાંથી વધુ વિગતો તપાસતા મોન્ટુસિંગ નામના વ્યક્તિની બેગ હોવાનું માલૂમ પડ્યું હતું. રૅલવે પોલિસે તુરંત જ બેગના માલિકને પૈસા ભરેલી બેગ પરત કરી અને રિક્ષા ચાલકની પ્રામાણિકતાને બિરદાવી હતી. 

    વૅસ્ટર્ન રૅલવેના ટ્વીટર પર જાણકારી સાથે ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યા હતો, જેમાં સુરેન્દ્રનગર રૅલવે પૉલિસ અને રિક્ષાચાલકની પ્રસંશા કરી ટ્વીટ કર્યું હતું, જેને ગુજરાત પૉલિસે પણ રિક્ષાચાલકની પ્રામાણિકતાના વખાણ કરતું ટ્વીટ કર્યું હતું.

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply