કચ્છમાં યોજાયો ભરતી મેળો
Live TV
-
ટાટા કન્સલ્ટન્સીના સંયુક્ત સાહસથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય, તે માટે ઓપન રીક્રૂટમેન્ટ એકઝામ લાલન કોલેજમાં યોજાઈ.
સરકાર દ્વારા રોજગારી પુરી પાડવા માટે રોજગાર ભરતી મેળા સહિત વિવિધ આયોજનો કરાય છે. તે ઉપક્રમે ભુજ ખાતે રૂરલ યૂથને રોજગારી આપવા માટે ઓપન કેમ્પસ રીક્રૂટમેન્ટનું આયોજન લાલન કોલેજ ખાતે કરાયું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહન, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજા તેમજ ટાટા કન્સલ્ટન્સીના સંયુક્ત સાહસથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય, તે માટે ઓપન રીક્રૂટમેન્ટ એકઝામ લાલન કોલેજમાં યોજાઈ હતી. આ આયોજન તળે કચ્છ યુનિવર્સિટીમાંથી વર્ષ ર૦૧૬-૧૭ અને ૧૮માં સ્નાતક થયેલા યુવાનોને રોજગારીની તક અપાઈ હતી. કઆ યુવાનો ની ભરતી પરીક્ષા લઇ તેમાં ઉત્તિર્ણ થયેલા છાત્રોને આજે એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. વહાવટી અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યુ હતુ કે, જે લોકો આ એપ્ટીટયુટ ટેસ્ટ પાસ નથી કરી શક્યા તેવા ઉમેદવારોને ર૦થી રપ દિવસની સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવશેઅને ત્યારબાદ ફરીથી પરીક્ષા યોજાશે. આ આયોજનમાં એસ.ટી,એસ.સી. અને ઓબીસી યુવાનોને પ્રાથમિકતા આપીને રોજગારી પુરી પાડવામાં આવશે. ત્યારે આજે યોજાયેલી રીક્રૂટમેન્ટ એપ્ટીટયુટ ટેસ્ટમાં 300 જેટલા યુવાનો ઉમટ્યા હતા
