રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ
Live TV
-
રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે.
રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે; "સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 980 કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે."
રેલવે દ્વારા 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની સમકક્ષ બનશે.