રેલવે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રેલવેના 4 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
Live TV
-
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ખાતે મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ મંડળના 4 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે વરિષ્ઠ મંડળ સુરક્ષા અધિકારી શ્રી રાકેશ કુમાર ખરાડીએ કહ્યું કે, હેમંત કુમાર જાંગીડ લોકો પાયલટ-પાલનપુર, જગદીશ પ્રસાદ યાદવ સ્ટેશન માસ્ટર- સામખિયાળી, ઉપેન્દ્ર કુમાર ગુડ્ઝ ટ્રેન મેનેજર-ગાંધીધામ અને કલ્પેશ કે પોઈન્ટ્સ મેન- કાંકરિયા યાર્ડને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું છે. સન્માનિત કર્મચારીઓએ રેલવે સંરક્ષામાં જેવી કે આગનો તણખો જોવા મળવો, વેગનનો દરવાજો ખુલ્લો જોવા મળવો, બોલિસ્ટર તૂટેલું જોવા મળવું અને હેંગીંગ પાર્ટ જોવા મળવો વગેરે જેવી ક્ષતિઓ જણાઈ આવી કે તુરંત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.
મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ આ જાગૃત સંરક્ષા રેલ પ્રહરીઓને પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું હતું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે ત્યારે તે અમને સેફ ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
