લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
Live TV
-
લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી, ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.
લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી, ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. દરમિયાન છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે રાજ્યના અમુક સ્થળોએ માત્ર છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જે અંતર્ગત વલસાડના ઉમરગામમાં બે ઇંચ જ્યારે ધરમપુર અને ડાંગના વઘઇમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદના પગલે પાણીની આવકમાં વધારો થતા પાણીની સપાટી 112.40 સુધી પહોંચી છે. બીજી તરફ નર્મદા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક સારી રહેતાં, ડેમની જળસપાટી 120.32 મીટર થઈ છે. દરમિયાન, આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં, હળવાથી ભારે વરસાદની આગાહી છે.