સીએમે જસદણ વિસ્તારમાં 87 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કામોના ખાતમૂર્હુત- લોકાર્પણ કર્યું
Live TV
-
આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં પાંચ લોકાર્પણ થયા હતાં.
મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ રાજકોટના જસદણ-વિંથિયા વિસ્તારના કનેસરામાં રૂપિયા 87 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કામોના ખાતમૂર્હુત- લોકાર્પણ કરતા છેવાડાના માનવી સુધી સુવિધાસભર પ્રાથમિક સેવાઓ પહોંચાડવાની રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં પાંચ લોકાર્પણ થયા હતાં. જેમાં રૂપિયા 14 કરોડનાં ખર્ચથી તૈયાર થયેલું વિછીંયા સેવા સદન, રૂપિયા 6 કરોડનાં ખર્ચે હિંગોળગઢ ખાતે તૈયાર થયેલું અશ્વ ઉછેર કેન્દ્ર રૂપિયા 14 કરોડનાં ખર્ચે સંપન્ન થયેલું જસદણ-ભડલી- ગઢડા રોડનું વિસ્તૃતીકરણ તેમજ રૂપિયા 20 કરોડનાં ખર્ચે સંપન્ન થયેલ બાબરાથી કોટડા પીઠા પાઈપ લાઈનનું અને રૂપિયા 1.5 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા ઘેલા સોમનાથ બ્રિજનું મુખ્યમંત્રીનાં હસ્તે ઈ-તકતીથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કુલ રૂપિયા 33 કરોડનાં ખર્ચે નિર્માણ થનારા ચાર કામોનું સમારોહનાં સ્થળેથી જ ઈ-તકતીથી ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રૂપિયા 25 કરોડના ખર્ચે કમળાપુર- ભાડલા- ભંડારીયા- ભૂપગઢ રોડનું વિસ્તૃતીકરણ કાર્ય, રૂપિયા 5.02 કરોડનું ખર્ચે કનેસરા-2 સિંચાઈ યોજના, રૂપિયા 1.12 કરોડનાં ખર્ચે સંપન્ન થવા જઈ રહેલા જસદણ તાલુકાનાં ભાડલા ગ્રુપ હેઠળની પાઈપ લાઈનનાં કામનું અને રૂપિયા 1.90 કરોડનાં ખર્ચે સાકાર થનારા જસદણ તાલુકાનાં સાણથલી ગ્રુપની પાઈપ લાઈનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.