Skip to main content
Settings Settings for Dark

લાઈફ સાયન્સ ભવન તથા ગુજરાત વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય જીવ સપ્તાહનું આયોજન 8 ઓક્ટોબર 2022 સુધી યોજાશે

Live TV

X
  • મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સ્થિત લાઈફ સાયન્સ ભવન  તથા ગુજરાત વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય જીવ સપ્તાહનું આયોજન 8 ઓક્ટોબર 2022 સુધી યોજાઇ રહ્યું છે. યુવાધનને વન્ય જીવ સંરક્ષણના માર્ગ તરફ દોરી જવા, વન્ય જીવ અસ્તિત્વનું વૈજ્ઞાનિક અને સામજિક ઢબે મહત્વ સમજવા આ ઉપરાંત અન્ય જરૂરી પાયાના મૂલ્યોને સમજવા માટે સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વન્ય જીવ સપ્તાહમાં વિદ્યાર્થીઓ તેમજ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓ જોડાશે. સમગ્ર કાર્યક્રમ લાઇફ સાયન્સ ભવનના અધ્યક્ષ ડૉ. ભારતસિંહ ગોહિલ, એન.એમ.જોશી, ડૉ. ચિત્તરંજન દવે, ડૉ.પી.પી.ડોડીયા જેવા તજજ્ઞોની હાજરીમાં લાઇફ સાયન્સ ભવનના જે.સી.બોઝ ખાતે આયોજિત કરાયો છે. જેમાં snakes of Gujarat, : jewels of wild, wetland birds of Gujarat વિષયો વિષે માહિતગાર કરવાની સાથોસાથ વેળાવદર ખાતે ફિલ્ડ વિઝિટનું અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply