રાજ્યમાં ગાંધી જયંતિ નિમિત્તે આજથી ખાદી અને પોલીવસ્ત્રની ખરીદી પર મળશે 30% સુધીનું વળતર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલી વસ્ત્રમાં આજથી 30% ખાસ પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલી વસ્ત્રમાં આજથી 30 ટકા ખાસ પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે. હાલ રાજય સરકાર દ્વારા ગાંધી જયંતિના ઉપલહયમાં દર વર્ષની જેમ 2જી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર 2022 સુધીના સમયગાળા માટે 20% ખાસ બજાર પ્રોત્સાહન અપાય છે. પરંતુ આ વર્ષે મુખ્યમંત્રીએ વધુ 10%ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં મહત્તમ વધારો થતાં ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીના દિવસોમાં આર્થિક ઉજાસ પથરાશે.
