Skip to main content
Settings Settings for Dark

લીંબડી-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

Live TV

X
  • કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડીવાઇડર કુદી સામેના રોડ પરથી આવતા ટ્રક સાથે ધડામ સાથે ભટકાઇ હતી.

    લીંબડી-બગોદરા હાઇવે ઉપર આજે વહેલી સવારે દેવપરાના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા પાંચ વ્યકિતના મોત નીપજયા છે જયારે પાંચ વ્યકિત ઇજાગ્રસ્ત બની છે. સોમનાથથી દર્શન કરી અમદાવાદ પરત ફરી રહેલી ઇનોવા કારના ડ્રાઇવરની બેફિકરાયના પગલે અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે. કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડીવાઇડર કુદી સામેના રોડ પરથી આવતા ટ્રક સાથે ધડામ સાથે ભટકાઇ હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ પુરુષોનું ધટના સ્થળે મૃત્યું થયું હતું જ્યારે 5 ઇજા ગ્રસ્તોને 108 મારફત પ્રથમ લીંબડી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કર્યા છે. આ અકસ્માત અંગે પાણશીણા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply