CM વિજયભાઈ રૂપાણીએ પલ્સ પોલિયો અભિયાન કરાવ્યો પ્રારંભ
Live TV
-
રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૦લાખથી વધુ ભુલકાંઓને પોલિયોના બે ટીપા પીવડાવી ‘પોલિયો મુક્ત ભારત, પોલિયોમુક્ત ગુજરાત’નો ધ્યેય પાર પાડવામાં આવશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભુલકાંઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો...સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૮૦લાખથી વધુ ભુલકાંઓને પોલિયોના બે ટીપા પીવડાવી ‘પોલિયો મુક્ત ભારત, પોલિયોમુક્ત ગુજરાત’નો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં ૩૩,૬૪૧ બુથ મારફતે ૧ લાખ ૫૨ હજાર આરોગ્ય કર્મીઓ સેવારત છે....મુખ્યમંત્રીએ આજરોજ ગાંધીનગર મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે ૮.૩૦ કલાકે આ અભિયાનની શરૂઆત કરાવી છે... નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કુડાસણ ખાતે અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી પણ સુરત ખાતે આ અભિયાનમાં સહભાગી થઈ આ અભિયાનની શરુઆત કરાવી..મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પાંચ વર્ષથી નાના બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી પલ્સ પોલીયો અભિયાનની શરૂઆત કરાવી હતી
