લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ રાજ્યમાં ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર રાખશે ચાંપતી નજર, સાયબર ક્રાઈમની પણ લેવાઈ મદદ
Live TV
-
ગાંધીનગર ખાતે 12 કર્મચારીઓ સોશિયલ મીડિયા પર હાલ નજર રાખી રહ્યા છે જેમાં સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી રહી છે
લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને રાજ્યમાં ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં વધુ અસરકારક રીતે સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી પ્રસારીત ન થાય તેને લઈને પણ ચૂંટણી પંચે તૈયારી કરી છે. જેથી રાજ્યમાં ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખશે.
ગાંધીનગર ખાતે 12 કર્મચારીઓ સોશિયલ મીડિયા પર હાલ નજર રાખી રહ્યા છે જેમાં સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમજ આગામી સમયમાં પણ વધુ અસરકારક રીતે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે. જેથી મીડિયામાં અપપ્રચાર રોકી શકાય તેમજ ખોટો પ્રચાર કરનારા કે અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાય નહી જેથી સોશિયલ મીડિયાને લઈ ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે.