રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીએ હોળી-ધૂળેટીના પર્વની રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ હોળી-ધૂળેટીના રંગપર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી છે. હોલિકા દહનનો આ તહેવાર અનિષ્ટ પર ઈષ્ટની જીતના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે આ ઉલ્લેખ કરતાં શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે, હોલિકા દહનના આ પર્વે આપણે સૌ સંકલ્પ કરીએ કે, ઝેરી રાસાયણિક ખેતી છોડી દઈને વાતાવરણની શુદ્ધિ માટે, ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે, જમીનની ફળદ્રુપતા વધારવા અને શુદ્ધ ખોરાક માટે પ્રાકૃતિક ખેતી અપનાવીએ.
ધૂળેટીનો આ રંગોત્સવ સૌના જીવનમાં ઉત્સાહ, ઉમંગ અને આનંદ રેલાવે એજ અભ્યર્થના સાથે રાજ્યપાલએ હોળી અને ધૂળેટીના પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ પર્વ હોળી અને ધુળેટી ની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ હોલિકા દહન દ્વારા સમાજ સમસ્તમાંથી કુરિવાજો, બદીઓ અને અનિષ્ટો નું દહન થાય અને સમરસ સમાજનું નિર્માણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. હોળી પછીના દિવસે ઉજવાતું રંગ પર્વ ધુળેટી આપસી પ્રેમ,સદભાવના અને સામાજિક એકતાના રંગથી સૌના સાથ સૌના વિકાસનું ઉમંગ પર્વ બની રહેશે તેમ પણ મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે.