વડોદરા અને સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી
Live TV
-
પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ખાનગી કારણથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી અને ત્યાર બાદ સાબરકાંઠાના ઉમેદવારે પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી
રાજ્યમાં આજના દિવસે રાજનીતિમાં ભારે ઉથલપાથલ જોવા મળી. ભાજપના બે સાંસદોએ અંગત કારણોસર ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ખાનગી કારણથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી અને ત્યાર બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અંગત કારણો સર ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
લોકસભા ચૂંટણીમાં વડોદરા સીટને લઈ ભારે ખેચતાણ જોવા મળી હતી. વડોદરામાં પહેલા જ્યોતિબેન પંડ્યા અને ત્યાર બાદ કેતન ઈનામદારના વિરોધથી આહત થઈને સાંસદ રંજનબેન ભટ્ટએ ચુટણી લડવાને લઈ જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટે સતત તીજી વખત ઉમેદવાર તરીકે તૈયારી કરી હતી.
તો બીજી તરફ સાબરકાંઠા સીટ પર ભાજપની ઉમેદવારી છોડવાની જાહેરાત કરનાર ભીખાજી ઠાકોર કેટલાક કારણોથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપએ સાબરકાંઠા બેઠક પર સિટિંગ સાંસદ દીપસિંહ રાઠોડનું ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ઉમ્મેદવાર બનાવ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસએ પાર્ટીના કદ્દાવર નેતા તુષાર ચૌધરીને લોકસભા ચૂંટણીના ઉમ્મેદવાર બનાવ્યા છે. જે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. આ બેઠક પર આદિવાસી બહુમત છે. ત્યારે ભાજપના બે લોકસભાના ઉમેદવારોએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા રાજ્યની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.