રાજકોટમાં સુલતાનપુર હનીટ્રેપ પ્રકરણમાં એક મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ
Live TV
-
રાજકોટ રુરલ એલસીબીએ રોકડ રકમ સહિત રૂ 21,76,600 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી
રાજકોટમાં સુલતાનપુર હનીટ્રેપનો રુરલ એલસીબીએ ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓ પાસેથી રોકડ સહિત રૂપિયા 21,76, 600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એક મહિલાએ મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતાં. આ મામલે 4 માર્ચે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. તેમજ આ ટોળકીએ અનેક ઉદ્યોગપતિ અને વેપારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને આશંકા છે. જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.