ગીર સોમનાથના ગીરગઢડામાંથી રૂ. 52 લાખનો બ્લેકટ્રેપનો જથ્થો ઝડપાયો
Live TV
-
જમીન માલિક સહિત કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ઈકો સેન્સેટિવ ઝોનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત મોડીરાત્રિના ગીરગઢડાના વડવીયાળા ગામે દરોડો પાડીને ગેરકાયદેસર ચાલતા પેવર પ્લાન્ટ અને અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલા બ્લેકટ્રેપ ખનીજના મોટા જથ્થા સાથે રૂ. 52 લાખનો મુદ્દામાલ સીઝ કરી જમીન માલિક સહિત કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તતત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમજ કલેક્ટર ડી.ડી.જાડેજા ખનીજ ચોરો સામે લાલ આંખ કરતા અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ખનીજ ચોરો ઉપર ચાંપતી નજર રાખવા માટેની સૂચનાઓ આપી હતી. તેમજ જણાવ્યું હતું કે, આવી ગેરકાયદે થતી પ્રવૃત્તિમાં જોડાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.