Skip to main content
Settings Settings for Dark

લોકોમાં ઇમ્યુનિટી વધારવા પાટણના પાંચ વિસ્તારોમાં આયુર્વેદિક અને હોમિયોપેથી ફ્લુ ક્લિનિક કરવામાં આવ્યા શરૂ

Live TV

X
  • શરદી, ખાંસી અને તાવની સારવાર ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી હોમિયોપેથી દવાઓ અને આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ

    પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ખાળવા જિલ્લા આરોગ્ય તંત્ર સતત કાર્યરત રહ્યું છે ત્યારે સ્લમ વિસ્તારમાં વસતા નાગરીકોની સુખાકારી માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક પ્રયાસના ભાગરૂપે પાટણ શહેરના પાંચ વિસ્તારોમાં આયુર્વેદિક અને હોમિયોપેથી ફ્લુ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. પાટણ શહેરી વિસ્તારમાં કોવિડ-૧૯ ના કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે સ્લમ વિસ્તારના નાગરીકોને શરદી, ખાંસી અને તાવ જેવી સામાન્ય બિમારીઓની સારવાર પોતાના વિસ્તારમાંથી જ મળી રહે તે માટે પાંચ જેટલા ફ્લુ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. શહેરના બળીયા પાડા વિસ્તારમાં ઠક્કરબાપા પ્રાથમિક શાળા, ખોખર વાડા વિસ્તારમાં ઉદયકુમાર શાળા, સરદાર બાગ વિસ્તારમાં નાણાવટી સ્કુલ, શ્રમજીવી વિસ્તારમાં શ્રમજીવી પ્રાથમિક શાળા અને વિજય કુવા વિસ્તારમાં ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળામાં આયુર્વેદિક અને હોમિયોપેથી ફ્લુ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે.સવારે ૦૯ વાગ્યાથી બપોરના ૦૧ વાગ્યા સુધી અને સાંજના ૦૪ વાગ્યાથી ૦૬ વાગ્યા સુધી કાર્યરત આ ફ્લુ ક્લિનિક્સમાં શરદી, ખાંસી અને તાવ જેવી બિમારીઓની સારવાર આપવમાં આવે છે. સાથે સાથે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળા ઉપરાંત હોમિયોપેથી દવાનું વિતરણ પણ કરવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply