Skip to main content
Settings Settings for Dark

તીર્થધામ તુલસીશ્‍યામના દ્વાર વધુ એક માસ માટે રહેશે બંધ 

Live TV

X
  • 5 જુલાઇ ના રોજ ગુરૂપૂર્ણિમાનો મહાઉત્‍સવ પણ કોરોના મહામારીને ઘ્‍યાને લઈ બંધ રાખેલ છે

     

    ગીરના જંગલ મઘ્‍યે આવેલ પ્રસિઘ્‍ધ અને ઐતિહાસિક તીર્થધામ તુલસીશ્‍યામના દ્વાર કોરોનાની સ્‍થિતિમાં વધુ એક માસ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આવતા મહિને આવતો ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ પણ રદ કરવામાં આવ્‍યો છે. આ વિશ્‍વવ્‍યાપી કોરોના મહામારીને ઘ્‍યાને લઈ સરકારના આદેશ અનુસાર ગાઈડલાઈન મુજબ તા.8જૂન સોમવારથી ધાર્મિક સ્‍થળો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આ અનુસંધાને 5જૂન ને શુક્રવારના રોજ ટ્રસ્‍ટીઓની મિટીંગ મળેલ. જેમાં વધુ એક માસ સુધી દર્શન સહિતના વિભાગો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્‍યો હતો. કોરોના વાઈરસની મહામારીને ઘ્‍યાને લઈ સંક્રમણ ફેલાવાની ભીતિ હોવાથી તુલસીશ્‍યામ તીર્થધામ ખાતે દર્શનાર્થીઓના સ્‍વાસ્‍થ્‍યને ઘ્‍યાનમાં રાખી આ નિર્ણય ટ્રસ્‍ટીઓ દ્વારા લેવામાં આવ્‍યો છે. તેમજ કોરોના મહામારીને લઈને પૂરતી તકેદારી રાખવાની હોય અને અવ્‍યવસ્‍થા ઉભી ન થાય તે હેતુથી હાલ એક માસ માટે દર્શન વિભાગ, ભોજન શાળા,ધર્મશાળા વિભાગ, ચા વિભાગ બંધ રાખેલ છે. તેમજ તા.પ જુલાઇ ના રોજ ગુરૂપૂર્ણિમાનો મહાઉત્‍સવ પણ કોરોના મહામારીને ઘ્‍યાને લઈ બંધ રાખેલ છે. આગળના સમયમાં ટ્રસ્‍ટીઓ દ્વારા નિર્ણય કરી તુલસીશ્‍યામ તીર્થધામ મંદિર ખોલવા અંગે નિર્ણય કરવામાં આવશે. જેની દરેક દર્શનાર્થીઓએ ખાસ નોંધ લેવા ટ્રસ્‍ટીઓ પ્રતાપભાઈ એસ. વરૂ અને ડો. બી.બી. વરૂ દ્વારા જણાવાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply