Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં વરસી રહ્યો છે હળવાથી ભારે વરસાદ

Live TV

X
  • કચ્છમાં ભારે વરસાદ પડતા અંજાર તાલુકાના અંજાર-પશુડા માર્ગ પર ની નદી 2 કાંઠે વહી રહી છે

    રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો.  અત્યાર સુધીમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વસ્ત્રાપુર, સેટેલાઇટ, બોડકદેવ.. થલતેજ, મેમનગર સહિતના અને  પુવઁમા નારોલ થી નરોડા ના પટ્ટામા વીજ કડાકાઓ સાથે ભારે પવન તેમજ ધુળ ની ડમરી ઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.આ ઉપરાંત પુવઁના ખોખરા-હાટકેસવર-મણિનગર-ઈશનપુર-નારોલ-વટવા-લાંભા-અસલાલી-ઘોડાસર-વિવેકાનંદનગર-જશોદાનગર -અમરાઈવાડી -વસ્ત્રાલ-ઓઢવ-રખિયાલ-સરસપુર-નિકોલ-નરોડા સુધીના પટ્ટામા  વરસાદે માજા મૂકી છે. 

    ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાગરા, વાલિયા અને હાંસોટ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુર જીલ્લામાં પણ છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. . અસહ્ય ગરમીને કારણે ત્રસ્ત બનેલા મોરબીવાસીઓ માટે મેઘરાજા ઠંડક કરી ગયાં હતાં. તાપી જીલ્લાના વ્યારામાં વરસાદી માહોલ જામ્યો છે. અહીં સવારથી હળવો વરસાદ વરસ્યો હતો. ડાંગમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. અમરેલી જિલ્લામા મેઘરાજા સતત, મનમુકીને વરસી પડયા હતા. બપોરબાદ લીલીયામા ધોધમાર 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે લાઠી પંથકમા પણ , અઢી ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. તો સાવરકુંડલા પંથકના ગામડાઓમા પણ, 2 ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. જેને પગલે નદી નાળાઓમા પુર વહેતા થયા હતા.. ભારે પવનથી અનેક સ્થળે વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં પણ મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો. દસ મિનિટ સુધી વરસેલા વરસાદે રાજકોટમાં પાણી પાણી કરી દીધું હતું. સૂકા એવા કચ્છ માં પણ, આ વખતે પ્રારંભે જ મેઘરાજાએ મહેર કરી હોય તેમ વરસાદી ઝાપટાં વરસ્યા હતાં

    કચ્છમાં ભારે વરસાદ પડતા અંજાર તાલુકાના અંજાર-પશુડા માર્ગ પર ની નદી 2 કાંઠે વહી રહી છે. ભાવનગર ના વલભીપુર ની ઘેલો નદી માં આવ્યા નવા નીર, ઉપરવાસ વરસાદ ના પગલે વલ્લભીપુર ની ઘેલો નદી બે કાંઠે વહી રહી છે. 
    ઘેલો નદી માં પાણી આવક ના પગલે વલ્લભીપુર ના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. રાધનપુર માં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, બપોર ના સમયે અચાનક કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. રાધનપુર ના સાતુન,શબ્દલપુરા સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં પણ વરસાદ જોવા મળ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply