ગુજરાત માટે ગૌરવની વાત, FSSAIના ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે
Live TV
-
આ મૂલ્યાંકનમાં તમિલનાડુ બીજા ક્રમે, મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે આવેલ છે
.
7 જૂન, 2020ના રોજ વર્લ્ડ ફુડ સેફટી દિવસ નિમિતે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યોની ફુડ સેફટી એક્ટની કામગીરી અને ફુડના કાયદાના અસરકારક અમલીકરણ-કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ. જેમાં દેશના 20 મોટા રાજ્યો પૈકી ગુજરાત રાજ્યનો પ્રથમ ક્રમ આવ્યો છે. જે રાજ્ય માટે માટે ગૌરવની બાબત છે. તો બીજી તરફ આ મૂલ્યાંકનમાં તમિલનાડુ બીજા ક્રમે, મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે અને કેરળ રાજ્યનો ચોથા ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સૂચકાંકમાં ખોરાક સલામતીના પાંચ પરિમાણો પર ભાર મૂકવામાં આવ્યો છે: માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા, પાલન, ખોરાક પરીક્ષણ સુવિધા, તાલીમ અને ગ્રાહક સશક્તિકરણ. ઈન્ડેક્સમાં મોટા રાજ્યોની યાદીમાં ગુજરાત, તામિલનાડુ અને મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. જો વાત કરીયે નાના રાજયોની તો નાના રાજ્યોમાં ગોવા પ્રથમ ક્રમે ત્યારબાદ મણિપુર અને મેઘાલયનો નંબર આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢ, દિલ્હી અને અંદમાન ટાપુઓએ ટોચનું સ્થાન મેળવ્યું, એમ એફએસએસએઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે.
