વડોદરાઃ ગણેશોત્સવને લઈને શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં
Live TV
-
વડોદરાઃ ગણેશોત્સવને લઈને શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં
ગણેશોત્સવના પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગણેશોત્સવની ઉજવણી માટે વડોદરા જાણીતું છે. ત્યારે વડોદરામાં ઠેર ઠેર ગણેશજીના આગમન થઈ રહ્યા છે. ત્યારે જ્યૂબિલી બાગ પાછળ આવેલ ખત્રીપોળમાં અનોખી રીતે ગણેશજીનું આગમન કરવામાં આવ્યું.
વડોદરાના ખત્રી પોળ સ્થિત ખત્રીપોળ સાંસ્કૃતિક સેવા મંડળ દ્વારા ઉજવવામાં આવતા ગણેશોત્સવનું આ 50 વર્ષ છે. ત્યારે 50માં ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી વિવિધ ગ્રુપના યુવાનો યુવતીઓ દ્વારા પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નૃત્ય અને સંગીત સભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. હરિયાણાના જાણીતા શ્રી મહાદેવ આર્ટ ગ્રુપ 15 સભ્યો દ્વારા મહાકાલને ગમતું અઘોરી નૃત્યને પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. મોટી સંખ્યામાં નગરજનો અને સ્થાનિકો ગુજરાતમાં પ્રથમ વખત રજૂ કરાયેલ અઘોરી નૃત્ય નિહાળવા માટે ઉપસ્થિત રહયા હતા.
