Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ નવલખી મેદાન ખાતે યોજયેલ ફલાવર શો નું કરાયું આયોજન

Live TV

X
  • વડોદરાઃ નવલખી મેદાન ખાતે યોજયેલ ફલાવર શો નું કરાયું આયોજન

    ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ અને વડોદરા એગ્રી હોર્ટકલચરલ સમિતિએ સયુંકતપણે  22 થી 25 ફેબ્રુ. દરમિયાન 51મુ ફળ, ફૂલ, શાકભાજી અને બગીચા માટે ઉપયોગી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું  છે. જેને નિહાળવા રોજ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે.

    વડોદરાના નવલખી મેદાન ખાતે યોજયેલ ફલાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતના વિવિધ ગામો, શહેરો અને રાજ્ય બહારથી પણ ખેડુતો અને પ્લાન્ટ લવર્સ દ્વારા બાગાયત ને લગતાં સાધનો, ખાતર, દવાઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ્સમાં હોર્ટિકલ્ચર, નર્સરી, ફળ ફુલના 100થી વધુ પ્રજાતિના ફુલ-છોડનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શન નિહાળવા આવતા મુલાકાતીઓ ઘર અને બગીચાની શોભા વધારવા મનગમતા ફૂલ છોડ અને ખાતર સહીતની વિવિધ વસ્તુની ખરીદી કરી રહ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી તેમજ રનિંગ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કાઉન્સિલર રાજેશ શાહ, આયોજકો અને મહેમાનો ના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply