વડોદરાઃ 18મી આર. એમ. હલવાઇ મેમોરિઅલ ડીસ્ટ્રીકટ શુટીંગ સ્પર્ધાનો મુખ્ય દંડકે કરાવ્યો પ્રારંભ
Live TV
-
વડોદરાઃ 18મી આર. એમ. હલવાઇ મેમોરિઅલ ડીસ્ટ્રીકટ શુટીંગ સ્પર્ધાનો મુખ્ય દંડકે કરાવ્યો પ્રારંભ
ધ રાયફલ શુટીંગ એસોસીએશન ઓફ બરોડા દ્વારા વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બે દિવસીય 18મી આર. એમ. હલવાઇ મેમોરિઅલ ડીસ્ટ્રીકટ શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો પ્રારંભ વિધાનસભાના મુખ્ય બાળકૃષ્ણ શુકલએ દીપ પ્રકટાવીને કર્યો હતો.
વડોદરામાં યોજાયેલ ડિસ્ટ્રીકટ શુટીંગ સ્પર્ધામાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી 390 જેટલા શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. મુખ્ય દંડકે પિસ્તોલથી ટાર્ગેટ પર ગોળી મારીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી. આ સંસ્થાના ત્રણસો શુટર્સ એ રાષ્ટ્રીય કક્ષાએ અને ચાર શૂટર્સે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે. આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર, 50 મીટર જેવી વિવિધ રેન્જ પર પુરુષ અને મહીલા, જુનિયર પુરુષ, જુનિયર મહીલા, યુથ પુરુષ અને યુથ મહીલાની અલગ-અલગ રાયફલ અને પિસ્તોલની 107 જેટલી કેટેગરીઓ રાખવામાં આવી છે.