વડોદરાના પિતા-પુત્રની સિદ્ધિ: હાનિકારક સૂર્ય કિરણોથી પૃથ્વીને બચાવવા 'રક્ષોઘ્ન' AI ઉપગ્રહ વિકસાવ્યો
Live TV
-
વડોદરાના સંશોધક મિથિલેશ પટેલ અને તેમના 17 વર્ષીય પુત્ર વ્રજ પટેલે સંયુક્ત રીતે 'રક્ષોઘ્ન' નામનો એક અત્યાધુનિક AI-આધારિત સ્વદેશી ઉપગ્રહ પ્રોટોટાઇપ વિકસાવીને શહેરનું ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં આ પ્રોટોટાઇપ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.ભગવાન હનુમાનના એક નામ પરથી તૈયાર કરાયેલા આ ઉપગ્રહનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો અને અવકાશી કાટમાળ (સ્પેસ ડેબ્રિસ) થી સુરક્ષિત રાખવાનો છે. આ ઉપગ્રહ ભવિષ્યના ગગનયાન મિશન, ભારતીય અવકાશ મથક અને સંરક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. સર્જકો દ્વારા આ પ્રોજેક્ટ માટે પેટન્ટ પણ દાખલ કરવામાં આવી છે, જે ભારતના અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે નવી દિશા ખોલી શકે છે.
