સાણંદમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે CG સેમિની OSAT સુવિધાનો શુભારંભ: સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મોટી છલાંગ
Live TV
-
આવતીકાલે 4 જુલાઈ, 2026 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ ખાતે CG સેમિ પ્રા. લિમિટેડની અત્યાધુનિક OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ) સુવિધાનું લોકાર્પણ કરશે.
₹7600 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્લાન્ટ જાપાનની રેનેસાસ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સાથેની ભાગીદારીમાં કાર્યરત થશે.આ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત માત્ર ફેક્ટરીઓ નહીં, પરંતુ સેમિકન્ડક્ટરની સમગ્ર ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. આ પ્લાન્ટ શરૂ થવાથી સાણંદ વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્વનું કેન્દ્ર બનશે. અહીં ઓટોમોટિવ, 5G અને ઇન્ડસ્ટ્રીયલ સાધનો માટે અત્યાધુનિક ચીપ્સનું ઉત્પાદન થશે, જેનાથી આગામી પાંચ વર્ષમાં 5,000થી વધુ રોજગારીનું સર્જન થશે.6 મોટા પ્રોજેક્ટ્સ: રાજ્યમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઈક્રોન, CG સેમિ, કેન્સ સેમિકોન, સુચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ સહિત કુલ 6 પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે, જેમાં 14.7 બિલિયન ડૉલરનું રોકાણ આવી રહ્યું છે.એક સમયનું ઓટોમોબાઇલ હબ હવે ચિપ પેકેજિંગના ગઢ તરીકે ઉભરી રહ્યું છે.CG સેમિના બે પ્લાન્ટ મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના અન્ય વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
