Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે ગુજરાત પ્રવાસે

Live TV

X
  • PM મોદી આજે ગુજરાત પ્રવાસે: સાણંદ ખાતે રૂ. 7,500 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ચિપના વ્યાવસાયિક ઉત્પાદનનો કરાવશે શુભારંભ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આજે દેશને એક મોટી ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી અમદાવાદ નજીક આવેલા સાણંદ જીઆઈડીસી ખાતે CG Semi ની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સાથે જ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચિપ્સના વ્યાવસાયિક ઉત્પાદનનો સત્તાવાર શુભારંભ થશે.

    આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન સાણંદ ખાતે અદ્યતન પ્લાન્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કરશે અને ત્યારબાદ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે.

    7,500 કરોડથી વધુનું રોકાણ અને 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'

    સાણંદ ખાતે શરૂ થઈ રહેલો આ પ્લાન્ટ ભારત સરકારના 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM) હેઠળ મંજૂર કરાયેલા શરૂઆતના મુખ્ય પ્રોજેક્ટ્સમાંથી એક છે. રૂ. 7,500 કરોડથી વધુના રોકાણ સાથે તૈયાર થયેલી આ ફેસિલિટી વૈશ્વિક વેલ્યુ ચેઈનમાં ભારતની ભાગીદારીને મજબૂત કરશે અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને નવી ઊંચાઈ આપશે. CG Semi એ CG Power (મુરુગપ્પા ગ્રુપ), જાપાનની Renesas Electronics અને થાઈલેન્ડની Stars Microelectronics નો સંયુક્ત ઉપક્રમ છે.

    ઓટોમોબાઈલ હબથી 'સિલિકોન વેલી' તરફ સાણંદની કાયાપલટ

    એક સમય હતો જ્યારે સાણંદ માત્ર કાર ઉદ્યોગો (ઓટોમોબાઈલ હબ) માટે જાણીતું હતું. પરંતુ માઈક્રોન ટેકનોલોજી અને કેઇન્સ સેમિકોન બાદ હવે CG Semi ના આગમન સાથે જ સાણંદ ભારતનું પહેલું 'ચિપ પેકેજિંગ ક્લસ્ટર' બની ગયું છે. તાઈવાનના હ્સિન્ચુ અને દક્ષિણ કોરિયાના ગ્યોંગીની જેમ સાણંદ હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર મેપ પર ચમકી રહ્યું છે.

    આ પ્લાન્ટના કારણે આગામી 5 વર્ષમાં અંદાજે 5,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની નવી તકો ઊભી થશે, જે ગુજરાતના યુવાનો માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં કરિયર બનાવવાના નવા દ્વાર ખોલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply