વડોદરાના પ્રિન્સ પંચાલ નામના યુવકે એક મીની સી-પ્લેન બનાવ્યુ
Live TV
-
પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેનનો પ્રાંરભ થવા જઇ રહ્યો છે ત્યારે વડોદરાના પ્રિન્સ પંચાલ નામના યુવકે એક મીની સી-પ્લેન બનાવ્યુ છે. જે પાણીમાં ચાલી શકે છે અને ઉડી શકે છે અને પાણીમાં જ ઉતરી શકે છે. બેટરીથી સંચાલિત આ પ્લેન બનાવવામાં 20 દિવસનો સમય લાગ્યો હતો. સી પ્લેનની બોડી બનાવવા માટે સ્ટીરીયોફોર્મની શીટ સહિત થર્મોકોલ ઉપયોગમાં લેવાયુ છે. તેમજ મોટર , બેટરી જાડા તાર ,રેડિયો આરસી કંડકટ ઇકવિપમેન્ટ ,ગિયર મોટરનો ઉપયોગ કરીને પાચ ફુટ ની લંબાઈનું પ્લેન તૈયાર કરાયુ છે. ધોરણ 10ની પરીક્ષામાં પાંચ વાર નિષ્ફળ રહ્યા પણ તેમનો ઉત્સાહ એવો હતો કે તેમણે આવડતથી સી-પ્લેન બનાવ્યુ છે. અને તે પણ ટેકનોલોજી ધરાવતુ મીની સી-પ્લેન બનાવ્યુ છે. ત્યારે આ યુવકની ઇચ્છા છે કે તે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળે અને તેણે બનાવેલુ સી પ્લેન ભેટમાં આપે.
