પ્રધાનમંત્રી 31મી ઓક્ટોબરે કેવડિયાકોલોની ખાતે એકતા દિવસ સમારોહમાં ભાગ લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મી આક્ટોમ્બરે સરદાર પટેલની જન્મજયંતિ પર કેવડિયાકોલોની ખાતે એકતા દિવસ સમારોહમાં ભાગ લેશે. આ સમયે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રધ્ધાંજલિ અર્પણવિધિ કરશે. સાથે એક્તા સંકલ્પ પણ કરાવશે. અને એક્તા પરેડને પણ નિહાળશે. પ્રધાનમંત્રી કેવડિયાકોલોની એક વિડિયો ફોન્ફરન્સથી મસૂરીમાં ભારતીય સિવિલ સેવાના ટ્રેનીંગ કર્મચારીઓને પણ સંબોધિત કરશે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાકોલોનીના વિકાસ માટે વિવિધ પરિયોજનાઓનુ ઉદ્દઘાટન પણ કરશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક્તા ક્રુઝ સર્વિસ,એક્તા મોલ,બાળ પોષણ પાર્કનુ ઉદ્દઘાટન કરશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેન સેવાનો શુભારંભ કરશે
