વડોદરાના મેયર પિન્કી સોનીએ 1400 રામભક્તોને લઈ જતી 'આસ્થા સ્પેશિયલ ટ્રેન'ને લીલી ઝંડી આપી
Live TV
-
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીએ મેયર પિન્કી સોનીની ઉપસ્થિતિમાં વડોદરાના રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા જતી 1400 શ્રદ્ધાળુઓ સાથેની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે રમણ સોલંકીએ સૌ રામભક્તોને દર્શનનો લ્હાવો મળવા બદલ અભિનંદન પાઠવીને ‘જય શ્રી રામ’ના નારાનો જયઘોષ બોલાવ્યો હતો. ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી અને મેયર પિન્કી સોનીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરીને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આંનદ છલકાઈ રહ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.
