જામનગરના 301 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મળ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના 1,31,454 આવાસોનું રૂ.2993 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલની ઉપસ્થિતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના 301 લાભાર્થીઓને આવાસ પ્રદાન કરવામાં આવતા જામનગર તાલુકાના હાપા એપીએમસી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
ભારત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ પ્રદાન કરવાની પહેલ છે. જેના થકી અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે છેવાડાના ગામડામાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના માનવીને પણ પાકી છત આપી છે.
ડીસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન અને લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતીકાત્મકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી.
