Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી નિવાસી કેન્દ્રીય વિદ્યાલય પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી

Live TV

X
  • કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી નિવાસી કેન્દ્રીય વિદ્યાલય પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. ધોરણ 9 અને ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ 10મી ફેબ્રુઆરી શનિવારેના રોજ પ્રવેશ પરીક્ષા આપી હતી. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલ નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના 384 જ્યારે ધોરણ 11ના 15 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે નવોદય વિદ્યાલયના પ્રચાર્ય દ્વારા પરીક્ષા માટેનું સુચારુ આયોજન કરાયું હતું. પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં વેજલપુર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6થી 12ના 550 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply