વડોદરાની વિશ્વા દહીયાએ રાયફલ પિસ્તોલમાં જીત્યો ગોલ્ડ મેડલ
Live TV
-
વિશ્વાએ ગત 19થી 22 જૂન દરમિયાન જર્મની ખાતે યોજાયેલ ISSF જુનિયર વર્લ્ડકપમાં ભાગ લીધો હતો
વડોદરાની વિશ્વા દહીયાએ રાયફલ પિસ્તોલ શુટિંગના જુનિયર વર્લ્ડકપમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ જીતી ,ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરા ખાતે રાજ્યકક્ષાની રાયફલ શુટિંગ એકેડમી ચાલી રહી છે જેમાં એકેડમીમાં પ્રશિક્ષણ લેતી વિશ્વા દહિયાને, જુનિયર ભારતની ટીમમાં સ્થાન મળ્યું હતું. વિશ્વાએ ગત 19થી 22 જૂન દરમિયાન જર્મની ખાતે યોજાયેલ ISSF જુનિયર વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. વિશ્વાએ 25 મીટરમાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરેલ છે. વિશ્વાને કોચ સી. કે. ચૌધરી અને ફરીદ ઉદ્દીન તેમજ કોચ હિરેન જયસ્વાલ, પુષ્પ માલવિયા દ્વારા તાલીમ અપાઈ હતી. વડોદરા સ્પોર્ટસના સિનિયર કોચ ,જયેશ ભલાવાલા અને બરોડા રિફેલના કોચ દીપક હલવાઈ દ્વારા વિશ્વકપ વિજેતાના સ્વાગત સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
