સંઘ પ્રદેશના લોકોએ નવી મેડિકલ કોલેજ ખોલવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માન્યો આભાર
Live TV
-
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દીવમાં નવી મેડિકલ કોલેજ ખોલવાના સરકારે નિર્ણય કર્યો હતો. મેડિકલ કોલેજ શરૂ થવાને કારણે ત્યાં રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના લીધો સંઘ પ્રદેશમાં રહેલા લોકોમાં ખુશી જોવા મળી હતી. તો ઘણા લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે પત્ર લખ્યા છે. લોકોએ પત્રમાં સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગરહવેલીમાં મેડિકલ કોલેજ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને સાથે કેટલાક પોસ્ટકાર્ડ પણ શેર કર્યા હતા.
