વડોદરાને મળશે હાટ, હસ્તકલા-હાથશાળના કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવશે
Live TV
-
વડોદરાને મળશે હાટ, હસ્તકલા-હાથશાળના કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવશે, ગામઠી થીમ હેઠળ વડોદરા હાટનું કરાશે નિર્માણ
વડોદરામાં વર્ષોથી કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી હસ્તક ડાયમંડ જ્યુબીલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટીટ્યુટ તાલીમ કેન્દ્ર આવેલું છે. જે ઘણા વર્ષોથી બંધ છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલના ધ્યાનમાં આવતા આ જગ્યા પર હાથશાળ-હસ્તકલાના કારીગરોને યોગ્ય તાલીમ તથા માર્કેટીંગ પ્લેટફોર્મ મળી રહે તે માટે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતને પત્ર લખીને રજુઆત કરી હતી. અને આ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. ત્યારે ગઈ કાલે વડોદરાની મુલાકાતે આવેલા ઉદ્યોગમંત્રીએ અહીં વડોદરા હાટ સેન્ટર સહિત વેચાણ કેન્દ્ર ઉભું કરવાની જાહેરાત કરી હતી.
રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને ટીમ વડોદરા દ્વારા ડાયમંડ જુબલી સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. વિધાનસભા ના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મેયર નિલેશ રાઠોડ ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રોકડિયા અને ચૂંટાયેલા કોર્પોરેટરો જોડાયા હતા. આ રમણીય સ્થળ ખાતે નાના નાના હસ્તકલા તેમજ અન્ય કલાના વેપારીઓ માટે કાયમી સ્ટોલ રહેવાની સુવિધા તેમજ આ શીખવા આવતા કલાકારો માટે પણ સુવિધા વડોદરા હાટ માં ઉભી કરાશે. આ ઉપરાંત આ સ્થળે એક મીની એમપીથિયેટર અને પરંપરાગત ગુજરાતી વાનગીઓ નો ફૂડ સ્ટોલ પણ ઊભું કરવાનું આયોજન વડોદરા હાટ હેઠળ કરવામાં આવશે. ગામઠી થીમ હેઠળ વડોદરા હાટ નું નિર્માણ થવાનું છે.