અમરેલીઃ ખેડૂતો 1.50 કરોડ આંબાની કલમનું વેચાણ કરી કરોડોમાં કરે છે કમાણી
Live TV
-
અમરેલીઃ ખેડૂતો 1.50 કરોડ આંબાની કલમનું વેચાણ કરી કરોડોમાં કરે છે કમાણી, અન્ય રાજ્યોમાં પણ કરે છે નિકાસ
હાલના સમયમાં ખુલ્લી ખેતી હવે મોંઘી થઇ રહી છે. જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. ખાસ કરીને ખેડૂતો આંબાનું વાવેતર કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં દર વર્ષે 300 હેકટરમાં આંબાનું વાવેતર થયું રહ્યું છે. તેમજ અહીંથી આંબાની કલમનું પણ વેંચાણ થઇ રહ્યું છે. અમરેલી જિલ્લામાં 30 જેટલી નર્સરી આવેલી છે. અહીંથી આંબાની કમલોનું વેચાણ કરવામાં આવે છે. આ નર્સરીઓમાંથી 1.50 કરોડ કલમનું વેંચાણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં વિવિધ બાગાયત પાકની ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં 8500 હેકટર જમીનમાં આંબાનું વાવેતર છે.
બાગાયતી અધિકારી જે.ડી.વાળાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં કેસર કેરીની કલમો તૈયાર કરવામાં આવે છે. જિલ્લામાં 30 જેટલી શ્રેષ્ઠ નર્સરી આવેલી છે. છેલ્લા 3 વર્ષ થી અમરેલીથી અન્ય રાજ્યમાં આંબાની કલમની નિકાસ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કેસર આંબાની કલમની નિકાસ કરવામાં આવે છે.