ડાંગઃ આહવા ખાતે વિનામૂલ્યે મહિલાઓને 6 દિવસીય રાખડી બનાવવાની તાલીમનું આયોજન
Live TV
-
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લાની મહિલાઓને 6 દિવસીય રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી
ભાઇ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે કે રક્ષા બંધન. ભાઈની રક્ષા માટે બહેન ભાઈને રાખડી બાંધે છે. આ પર્વની ઉજવણી ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં થાય છે. રક્ષાબંધન આવતાની સાથે બજારોમાં અવનવી રાખડીઓ પણ જોવા મળે છે. ત્યારે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને બરોડા સ્વરોજગાર સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાની મહિલાઓને 6 દિવસીય રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ આપવા માટે નવસારીથી આવેલા ટ્રેનર દ્વારા વિવિધ કલાકૃતિ સાથે અવનવી ડિઝાઇનની રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. ડાંગની 21 જેટલી મહિલાઓ આ તાલીમનો વિનામૂલ્યે લાભ લીધો હતો. સંપૂર્ણ તાલીમ લીધા બાદ તાલીમાર્થી મહિલાઓ દ્વારા સ્ટોલ ઉભો કરી વેચાણ કરવામાં આવશે.