Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે 'કનેક્ટ વિથ ગુગલ' કાર્યક્રમ યોજાશે, 500 જેટલા એપ ડેવલપર્સ સહભાગી થશે

Live TV

X
  • આવતીકાલે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા સાયન્સ સિટી ખાતે 'કનેક્ટ વિથ ગુગલ' નામના કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ 'કનેક્ટ વિથ ગુગલ' કાર્યક્રમમાં 500 જેટલા એપ ડેવલપર્સ સહભાગી થશે.  ગુજરાતના એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા માટે અને કૌશલ્ય નિર્માણના હેતુથી ગુજરાત સરકારના સહયોગથી ગુગલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  આ કાર્યક્રમમાં સફળ એપ બિઝનેસનું કઈ રીતે નિર્માણ કરવું, હાઈ ક્વોલિટીની એપ કેવી રીતે બનાવવી અને તેને ગુગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરવી, મોનેટાઈઝની નીતિઓ અંગેના મુખ્ય પાસાઓ અંગે એપ ડેવલપર્સને શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૂગલના નિષ્ણાતો, પ્રખ્યાત એપ્લિકેશનના નિર્માતાઓ અને એપ -બિઝનેસ સાથે સંકળાયેલા નિષ્ણાતો શિક્ષણ અને તાલીમ આપશે. ઉલ્લેખનીય છે કે 'કનેક્ટ વિથ ગુગલ' શ્રેણીનો આ બીજો કાર્યક્રમ છે. આ પહેલાં ગત માર્ચ મહિનામાં પ્રથમ કાર્યક્રમનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply