Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં આભ ફાટ્યુ, 20 ઈંચ વરસાદ, રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર

Live TV

X
  • અમદાવાદમાં પણ બુધવારે સાંજે ચાર ઇંચ પાણીની વરસતાં અમદાવાદ-વડોદરા રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો

    રાજ્યમાં વીતેલા 24 કલાકમાં 205 તાલુકામાં મેઘમહેર થઇ છે અને આજે પણ મધ્ય, દક્ષિણ અને ઉત્તરગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી છે. વડોદરામાં તો ગઇકાલે બારે મેઘ ખાંગા થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વડોદરા શહેરમાં 7 કલાકમાં 20 ઇંચ વરસાદ થતાં કમરસમાં પાણી ભરાઇ ગયા હતા અને રોજિંદો જીવન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. વરસાદના રોદ્રરૂપને કારણ કેટલાક સ્થળે બચાવ કામગીરી કરવાની ફરજ પડી હતી. વડોદરામાં એન.ડી.આર. એફ અને એસ.ડી.આર.એફની ત્રણ ટીમ બચાવ કામગીરી માટે કામે લાગી હતી. અમદાવાદમાં પણ બુધવારે સાંજે ચાર ઇંચ પાણીની વરસતાં અમદાવાદ-વડોદરા રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો. અમદાવાદ- વડોદરા અને વડોદરા- સુરત એક્સપ્રેસ પર પણ વાહનવ્યવહાર ખોરવાયો હતો. વડોદરાના એક લાખ ઘરો માં અંધારપટ છવાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર પાણીની ભરાતાં બે ફ્લાઇટ ને ડાયવર્ટ કરાવવાની ફરજ પડી હતી. વડોદરા એરપોર્ટની દિવાલ તૂટતા પાણી ડ્રેનેજનું પાણી રનવે પર ફરી વળતા રન વે બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ પણ ભય જનક સપાટી વટાવીદીધી હતી. શહેરની કોલેજો અને શાળાઓ બંધ રાખવામાં આવી છે. વિતેલા 24 કલાકમાં વડોદરામાં 498મીમી , પંચમહાલના હાલોલ ખાતે 184મીમી , વડોદરાના ડભોઇ ખાતે 183મીમી , કરજણખાતે 154મીમી, નર્મદાના તીલકવાડામાં 142, જુનાગઢના વંથલી ખાતે 139 તો અમદાવાદના સાણંદ પંથકમાં 128 મીમી વરસાદ નોંધાયો હતો. ડાંગના વઘઇ ખાતે 115 મીમી , સુરતના માંડવી ખાતે 97મીમી વરસાદ નોંધાયો હતો

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply